Saturday, 26 November 2011

જય શ્રી વિરકાકા જય શ્રી વિરદાદા

jai vir kaka jai vir dada

સૌને જય વિરકાકા જય વિરદાદા, શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા ના રાજીપા માટે આ વેબસાઈટ બનાવવા મા આવી છે.શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા બંને હાજરે હાજુર દેહ લઈને આવેલા છે.એમની જે મહિમા ની વાતો લખવા મા આવી છે એમા જરા પણ અતિશયોક્તિ થયેલી નથી.


શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા બંને વિર છે.તેઓ અસીમ શક્તિઓ ધરાવે છે.તેઓ ભગવાન સ્વમિનારાયન ના વખત થી છે તેમ કહિ શકાય.તેમનું મૂળ સ્થાનક ગાંધિનગર માં ઉનાવા ગામ માં આવેલુ છે.તેમના સ્થાનક નાં ઘણા પરચાં છે.તેમના સ્થાનક ની જો સુખડી અને કુલેર ની બાધા રાખવા માં આવે તો તમારો સંકલ્પ પુરો થાય , તમારી કોઈપણ મુશ્કેલી હોય તો પણ તે દુર થાય.એમની ભક્તિ કરવા માં કોઇ વાડો કે સંપ્રદાય નડે તેમ નથી.તમે કોઇ ભગવાન ની ભક્તિ કરતા હોવ તો પણ તેને છોડવાની નથી તેમની સાથે જ શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા ની ભક્તિ કરવાની છે.આ કોઇ મેલી વિદ્યા કે કોઇ રીતે હેરાન થવાય તેવું નથી આતો સાક્ષાત વ્હાલા શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા છે.તેમને ભક્તો પ્રત્યે ઘણો હેત છે.


શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા હાલ બંને જણા સાબરકાંઠાં જીલ્લા નાં જાદર ગામ માં કાંન્તાબા ના ઘરે રહેલા છે આ વાંચીને ચોંકશો નહિં આ સત્ય હકિકત છે.તમને એમ લાગતું હશે કે હમણા એમ કહ્યું કે તેમનું સ્થાનક ઉનાવા ગામ માં છે.એ વાત સાચી પણ કાંન્તાબા ની ભક્તિ અને સચો પ્રેમ જોઈ ને બંને મહારાજ તેમના ઘરે આવીને વસ્યા છે. કાંન્તાબા પણ શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા નું જ સ્વરૂપ છે .બા ની ભક્તિ થી રાજી થયેલા શ્રી વિરકાકા અને શ્રી વિરદાદા પોતે એમની જોડે ને જોડે જ છે.બા ને ભક્તિ થી એવું બળ પ્રાપ્ત થયેલું છે કે તમે કોઈ પણ તમારી સમસ્યા કહો તો તેઓ તર્ત જ તેનો જવાબ આપી દે.બા પોતે આટલાં સમથઁ હોવા છતાં પણ તમે એમને મળો તો જરા પણ એવું લાગે નહિં કે તેઓ આટલાં મોટાં છે.